"સામાજિક વિજ્ઞાન ના હિન્દી વિડિયો માટે you tube પર સર્ચ કરો મારી ચેનલ nitinpathak786.."
"NOW GO TO WWW.NITINPATHAK786.IN."
"સામાજિક વિજ્ઞાન ના આ બ્લોગ માં પાઠક નીતિન આપનું હાર્દિક સ્વાગત કરે છે."
"GO TO PLAY STORE ON YOUR ANDROID PHONE AND DOWANLOAD NITINPATHAK786 MY ADROID APPLICATION."

Tuesday, 13 June 2017

Rastra pati election

ભારત ના રા. ચૂંટણી પ્રક્રિયા ની સમજ ભારત ના રા. ચૂંટણી પ્રક્રિયા ની સમજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? એકદમ અટપટી પ્રક્રિયાની અત્યંત સરળ સમજ મેળવો : દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પણ મોટા ભાગનાં વોકોને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા વિશે જ ખબર નથી. તેનું કારણ એ છે કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી નથી હોતી અને તેની પ્રક્રિયા ખૂબ જ છે. અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે તેની સરળ સમજ આપી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થાય છે. આ ચૂંટણીમાં લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરનાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા કુલ 4120 ધારાસભ્યો કરે છે. વિધાન પરિષદના સભ્યો આ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. ભારતના રાષ્ટ્રપતિ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા પસંદ કરવામાં આવે છે. કાયદાના આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે. સંસદના બન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાર છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી અને પુડ્ડુચેરીના ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપણે ત્યાં ઈલેક્ટોરલ કોલેજ છે અને તેમાં દરેક સંસદસભ્ય તથા દરેક રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ અલગ છે. આ ઈલેક્ટોરલ કોલેજમાં એક તરફ તમામ સંસદસભ્યોના મત અને બીજી તરફ તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મત હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો રાજ્યસભાના 243 અને લોકસભાના 543 મળીને થતા 786 સંસદસભ્યોના કુલ મતોનું જેટલુ મૂલ્ય થાય તેની લગભગ સમકક્ષ જેટલું જ રાજ્યોની વિધાનસભાના કુલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય થાય છે. એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે જ્યારે રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ અલગ છે. રાજ્યોના ધારાસભ્યોના મતના મૂલ્ય માટે 1971ની વસતી ગણતરી ધ્યાનમાં લેવાય છે. રાજ્યની કુલ વસતીને ધારાસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે છે. ત્યાર બાદ જે આંકડો મળે તેને ફરી 1000થી ભાગવામાં આવે છે. એ વખતે જે આંકડો મળે તે રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય છે. આ ફોર્મ્યુલા પ્રમાણે અત્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધારે 208 છે જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર 7 છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 147 છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે. અત્યારે સંસદસભ્યોના કુલ મતોનું મૂલ્ય 5,49,408 છે જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય 449474 છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે 10, 98,882 છે. આમ, રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ ઉમેદવારને કુલ મતોના અડધા એટલે કે 5,49,442 મૂલ્યના મતો મળવા જરૂરી છે.

No comments:

Post a Comment