રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે? જાણવા જેવી રસપ્રદ માહિતી,
ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.
સેન્ટ્રલ (Central) :
સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.
જંકશન (Junction) :
જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે. ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં
3 રૂટવાળા : 181
4 રૂટવાળા : 109
5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)
6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)
7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)
No comments:
Post a Comment